લોક સમાચાર,23/08/24
ગુજરાતમાં લાંચિયા અધિકારીઓની કોઈ ખોટ નથી. કારણ કે રોજે રોજ લાંચિયા અધિકારીઓ ACBના સકંજામાં આવી જ જતા હોય છે. દર વખતની જેમ આ વખતે સલીમ ઈબ્રાહીમ મનસુરી નામનો ખાનગી વકીલ ACBના સકંજામાં ભરાયો છે. આ કામનાં ફરીયાદીનાં વિરુદ્ધમાં ભરૂચ. સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૨૦૨૨માં ગુનો દાખલ થયેલો હતો અને તેના વિરુદ્ધમાં ચાર્જશીટ થઇ જતાં, ભરૂચનાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. સાહેબની કોર્ટમાં કેસ ચાલી રહેલ છે અને હાલ ફાયનલ દલીલો પર બાકી છે .
ત્યારે આ કામનાં આરોપીએ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરેલી તે પૈકી શુક્રવારે રૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયેલો હતો. પરંતુ ફરીયાદી લાંચનાં નાંણાં આપવા માંગતા ના હોઇ અને એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલું. આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાંની માંગણી કરી, સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયો હતો.