સોનગઢ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા કહ્યું કે, પ્રકતિપૂજક (આદિવાસી) હોય તેને હિન્દુ ધર્મનો કાયદો લાગુ પડતો નથી. તેમજ અનુસુચિત જન જાતીની વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે. ઉપરાંત LCમાં ધર્મ અને જાતીની કોલમમાં (હિન્દુ ગામીત) લખાવાની કોઈ જરૂર નથી. નવા સુધારો પ્રમાણે ફક્ત (અનુસુચિત જન જાતી-ગામીત) લખાવી શકાય છે. આ વાતને સોનગઢ સીવીલ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી છે. તેમજ LCમા જરૂરી સુધારો કરી આપવા સબંધિત શાળાને હુકમ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો:-
અરજદાર દિપક કાંતિલાલ ગામીત પ્રાથમિક શાળા લવચાલીમાં ધોરણ-1માં અભ્યાસ કર્યો હતો. ત્યાંથી મેળવેલા બોનોફાઈડ સર્ટિફિકેટમાં કોલમ નંબર 2માં ધર્મ અને જાતિમાં હિન્દુ ગામીત લખવામાં આવ્યું હતું. જાતિ સાથે હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરતાં તેમણે આ સમગ્ર મામલાને સોનગઢ કોર્ટમાં પડકાર્યો હતો. પોતે આદિવાસી સમાજનો વ્યક્તિ હોય જેથી તેમણે તારીખ 18/04/23ના રોજ સિવિલ કોર્ટ સોનગઢમાં પોતાનાં શાળા છોડ્યાના પ્રમાણપત્ર માંથી હિન્દુ ધર્મને કાઢી નાખવાં માટે અરાજી કરી હતી. જેમાં કોર્ટને જણાવ્યું હતું કે, અરજદાર પોતે પ્રકૃતિપૂજક હોય જેથી તેમને હિન્દુ ધર્મ લાગુ પડતો નથી. હિન્દુ ધર્મમાં કોઈ પણ વર્ગમાં તેમનો સમાવેશ થતો નથી. જેથી શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં એટલે કે, (LC)માં હિન્દુ શબ્દો લખવામાં આવ્યો છે ત્યાં સુધારો કરી. લીટી-(ડેસ) કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
તેમજ અરજદાર પોતે હિન્દુ ધર્મના કોઈ પણ વર્ગમાં આવતા ન હોવાથી તેમજ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ જેવી કોઈ પણ વ્યવસ્થા તેમને લાગુ પડતી ન હોવાનું કોર્ટ જણાવ્યું હતું. આ સંદર્ભ સોનગઢ સિવિલ કોર્ટે અરજદાર દિપક ગામીતની અરજી માન્ય રાખી તેમને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંથી ધર્મને કાઢી નાંખવા માટે તેમની તરફેણમાં હુકમ કર્યો હતો.આ હુકમના આધારે તેમણે પોતાની શાળામાં જઈ શાળા છોડ્યાના પ્રમાણપત્ર માંથી પોતાની જાતિ સાથે જોડી દેવાયેલા ધર્મને કાઢી નાંખવા અરજી કરી હતી. જેને શાળાએ માન્ય રાખી હતી. તારીખ 13/07/2024ના રોજ જે.બી.એન્ડ એસ.એ સાર્વજનિક હાઈસ્કૂલનાં આચાર્યને ધોરણ-12ના શાળા છોડ્યાના નવા પ્રમાણપત્રમાં ધર્મ અને જાતિનાં કોલમમાં હિન્દુ ગામીતની જગ્યાએ (ST-ગામીત)નો ઉલ્લેખ કરવાની ફરજ પડી હતી.
નવા સુધારા પ્રમાણે હવે શું કરી શકાય:-
આદિવાસી અને (પ્રકૃતિપૂજક) તરીકે ઓળખતો સમાજ એટલે કે, ગામીત, ચૌધરી, કોંકણી, વસાવા, ઢોડિયા, તડવી સમાજના લોકો પોતાની જાતિ પહેલા તેઓ (હિન્દુ ગામીત કે, હિન્દુ ચૌધરી, હિન્દુ કોંકણી, હિન્દુ વસાવા, હિન્દુ ઢોડિયા, હિન્દુ તડવી લખાવતા હતા. પરંતુ નવા ચૂકાદા પ્રમાણે તેએ માત્રને માત્ર (ST-ગામીત, ST-ચૌધરી, ST-કોંકણી, ST-વસાવા, ST-ઢોડિયા, ST-તડવી) લખાવી શકે છે.
નોંધ-
(અનુસૂચિત જનજાતિ) હુકમ 1950 હેઠળ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે માન્ય કરેલી જાતિ પૈકી ગામીત જાતિના છીએ. જે અમારી બંધારણીય સાચી ઓળખ છે. અને પેટા જ્ઞાતિની કોલમ અમોને લાગુ પડતી નથી. અમો હિન્દુ ધર્મના કોઈપણ વર્ગમા આવતા નથી. જેથી જ્ઞાતિ પેટાજ્ઞાતિની વ્યવસ્થા અમોને લાગુ પડતી નથી. તેમજ અનુસૂચિત જનજાતિ અને હિન્દુ જ્ઞાતિ અને પેટાજ્ઞાતિની વ્યવસ્થા બંને જાતિ વ્યવસ્થા અલગ-અલગ છે.