તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર જન જીવન પર મોટી અસર જોવા મળી છે. કારણ કે જિલ્લામાં જ્યાં પણ જાવ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લા તંત્ર દ્વારા ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ જાહેર રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તો આ તરફ પાણીમાં પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોને પણ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બહેજ ગામે પશુપાલન ચરાવવા ગયેલા લોકો નદીમાં ફસાયા હતા. તેમને હોલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યુ કરાયું હતું જેનો વીડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જે હાલ સોશ્યિલ મીડિયામાં ખૂબજ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે.