વડાપ્રધાન મોદી બે દિવસ સિંગાપૂરની મુલાકાતે પહોંચ્યા હતા. સિંગાપૂર પહોંચતાની સાથે જ સિંગાપૂરમાં વસતા ભારતીયો સમુદાયના લોકોએ પીએમ મોદીનું જોરદાર સ્વાગત કર્યું હતું. જી હા આ કાર્યક્રમ દરમ્યાન કેટલાક એવો દ્રશ્યો જોવા મળ્યા કે લોકો રાજીરાજી થઈ ગયા. કારણ કે અંહી પીએમ મોદી જોરદાર ઢોલ વગાડ્યો જેનો વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં પવનની ગતિએ ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
તો આ તરફ વડા પ્રધાન મોદીએ સિંગાપોરની ધરતી પર પગ મૂકતાની સાથે જ સિંગાપોરની અગ્રણી રિયલ એસ્ટેટ જૂથે વર્ષ 2028 સુધીમાં ભારતમાં તેનું રોકાણ બમણું કરવાની જાહેરાત કરી દીધી છે.જે એશિયાનું સૌથી મોટું વૈવિધ્યસભર રિયલ એસ્ટેટ જૂથ છે, તેમણે એમ પણ કહ્યું કે તે આગામી ચાર વર્ષમાં ભારતમાં રૂ. 45,000 કરોડનું રોકાણ કરશે. જેના કારણે રોજગારીની તકો પણ વધશે.