માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ચોમાસુ,ઠંડી, તડકાની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો…………..
અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં લાખો પદયાત્રીઓ અનેક ધજા-પતાકાઓ લઇને અંબાજી પગપાળા આવતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભુમલિયા ગામથી પગપાળા સંઘ આજથી અંબાજી જવા રવાના થયો છે. ૨૦૦ કરતા વધુ લોકોનો પગપાળા સંઘ રવાના થયો છે. મહા આરતી બાદ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયુ હતું. તો માતાજીના રથનું લોકોએ રસ્તામાં ઉમળકાભેર સ્વાગત કર્યું.
સોશ્યલ મીડિયા નર્મદા ના પ્રમુખ વિનોદકુમાર તડવીએ જણાવ્યું હતું કે, તારિખ-04/09/2024 ને બુધવાર ના રોજ ભુમલિયા ગામ થી અંબાજી પદયાત્રા સંઘ રમણભાઈ રામસીંગભાઈ તડવીના નેજા હેઠળ રવાના કરવામાં આવ્યો હતો.આ સંઘને સમાજના આગેવાન રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી) દ્રારા ઉમળકાભેર સ્વાગત કરી, મહાકાળી એકલેવ ગરુડેશ્વર (મહાકાળી મંદિર) ખાતે ભોજન પ્રસાદી આપવામાં આવી હતી, ત્યારબાદ આ સંઘને આગેવાનો દ્વારા આગળ પ્રસ્થાન કરાવ્યું હતું.