નર્મદા ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે વીર સુખદેવ પ્રાથમિક શાળા પરિસરમાં સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં ગરુદેશ્વર ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાનાં આચાર્ય પ્રકાશ પરમાર હાજર રહ્યા હતા.
જેમાં ગરૂડેશ્વર કોલેજનાં આચાર્ય તરૂલતા ચૌધરી, વીર સુખદેવ પ્રાથમિક શાળાનાં આચાર્ય યોગેશ પટેલ દ્વારા રીબીન કાપવામાં આવ્યું હતું. સાથે જ વીર સુખદેવ પ્રાથમિક શાળાનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ગરુડેશ્વરના આચાર્ય ડૉ. તરુલતા ચૌધરી અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા.