28 C
Ahmedabad
Thursday, October 10, 2024

કેવડિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોની માગ ન સંતોષાતાં આપઘાત કરવા યુવક ટાવર પર ચઢ્યો


નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામનો રહેવાસી અને એકતાનગર રેલ્વે સ્ટેશનની સામે પાર્કિગમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂત ગણપત શંકર તડવી BSNLના ટાવર પર ઉપરથી કૂદીને આત્મહત્યા કરવાના ઇરાદે ચઢી ગયો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આસપાસથી પસાર થતા સ્થાનિકો જોઈ જતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં યુવકને ઉતારવા પોલીસ અને વહીવટી તંત્ર દોડી આવ્યાં હતાં અને ફાયરબ્રિગેડ દ્વારા નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેમનું એવું કહેવું હતું કે અમારું કોઈ સાંભળતું નથી, જો ન્યાય ન મળ્યો તો અહીં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈશ જેની સંપૂર્ણ જવાબદારી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને SOU સત્તા મંડળની રહશે.’

મહત્વનું છે કે, કેવડિયા ગામનો રહીશ પોતાની માગણી ન સંતોષાતાં અને નર્મદા કલેકટર, SOU સત્તા મંડળના અધિકારીઓ જોડેથી ફક્ત ઉડાઉ જવાબો મળતાં BSNLના ટાવર પર આત્મહત્યા કરવાની ચીમકી સાથે ચડી ગયો છે. આ બાબતે કેવડિયા કોલોનીના આગેવાન રણજીતસિંહ તડવી (મહાકાળી) એ ગણપત તડવી સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારું કોઈ સાંભળતું નથી, છેલ્લાં 5 વર્ષથી અમને ધક્કા ખવડાવે છે. વડીલોપાર્જિત જમીનો નિગમે લઈ લીધી અને હવે હોટલો અને મોલ બનાવવા ઉદ્યોગપતિઓને ઊચા ભાવે વેચી રહ્યા છે.

અમારી જમીન અમને પાછી આપો, નહીં તો અમને અન્ય જગ્યાએ જમીન, યોગ્ય વળતર આપોની માગ સાથે સ્થાનિકોને રોજગારી આપવા માટેની પણ યુવકે માગ કરી હતી. એટલું જ નહીં, તાજેતરમાં કેવડિયા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીપ્રક્રિયા કરતા કરવામાં આવી પરંતુ સ્થાનિકોનો સમાવેશ કરતા નથી, અને સરકારે માત્ર ખોટા ખોટા વચનો આપી સપનાઓ બતાવ્યા કે, સ્થાનિકોને રોજગારી મળશે પરંતુ સ્થાનિકોની બાદબાકી કરી અને બહારના લોકોને ભરતી કરતાં ગણપતભાઇ રોષે ભરાયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો મારી માગણી પૂરી નહીં થાય તો હું ઉપર ગળાફાંસો ખાવાનું લઈને આવ્યો છું. જો યોગ્ય જવાબ અને ન્યાય નહીં મળે તો હું નીચે ઉતરવાનો નથી ને અહીં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લઇશ.

એકતાનગર સત્તામંડળ અધિકારીઓ રાજાશાહી ચલાવવા માંગે છે, અધિકારીઓ સ્થાનિકોની કોઈ વાત ન સાંભળતા હોવાથી આવું પગલું ભર્યું હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે, પરંતુ ગણપતભાઇને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતારવા તંત્ર અને પોલીસ મહેનત કરી હતી.

પરંતુ એમની વાત ન માનતા આખરે

સ્થાનિક આગેવાનો રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી) તેમજ નરેન્દ્રભાઇ કાન્તિભાઈ તડવી કેવડિયા ગામ અને નર્મદા જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ વિનોદ તડવી દ્રારા સરકારી અધિકારી SDM સાથે ટેલિફોનીક વાતચીત કરાવી અને એમની માંગણીઓ તાત્કાલિક ઉકેલવા મા આવે જેની લેખીતમાં બાંહેધરી આપવામાં આવ્યા બાદ તેઓ નીચે ઉતર્યા હતા. હવે જોવું એ રહ્યું કે માગ સ્વીકાર્યા બાદ ખેડૂતને ન્યાય મળશે કે નહિ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
96SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!