કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેણે શીખોને લઈને વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. અમેરિકામાં તેમના નિવેદનોને કારણે દેશમાં રાજકીય તાપમાન વધી ગયું છે.
આ દરમિયાન શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વચ્ચે તેમને નિવેદન આપતા કહ્યું કે, ‘જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ’