થોડા સમય પહેલા સુરત શહેરના ડિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ.આઈ.એચ સોલંકીએ રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન એક વકીલને લાત મારી હતી. લાત મારવાની સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સીસીટીવીના આધારે વકીલ ગુજરાત હાઈકોર્ટેમાં પહોંચ્યા હતા.
જે મુદ્દે હાઈકોર્ટે સમગ્ર કેસને જોતા લાત મારનાર પીઆઈ આઈ.એચ સોલંકીને રૂપિયા ત્રણ લાખનો દંડ ફટાકાર્યો છે. સાથ જ કહ્યું અમે એક પીઆઈને માફ ફરીશું તો બીજા 10 પોલીસવાળા આ ધંધો ચાલુ રાખશે.