લોક સમાચાર, ગરૂડેશ્વર
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરતા પહેલા ત્યાંના રસ્તાઓ વિશે જરૂર જાણી લેજે. નહીતર ભરાઈ જશો. કારણ કે, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતા કેવડિયા કોલોનીથી માત્ર એક કિલો મીટર દૂર રસ્તા વચ્ચે મોટો ખાડો પડી જતા લોકો હાલાકી વેઠી રહ્યા છે. સરદાર સરોવર, તળાવ, ટેન્ટ સિટી જોયા બાદ બહાર આવવાના માર્ગમાં આવતા ભુમલિયા ગામના ચાર રસ્તા નજીક મસમોટા ખાડો પડી ગયો. અને આજ ખાડાએ ભ્રષ્ટાચારની મોટી ખોલી દીધી છે.
આ ખાડાના કારણે સ્થાનિક લોકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા લોકો હાલાકીનો સમાનો કરી રહ્યા છે. નવા બનેલા રસ્તામાં વરસાદ બાદ પડેલા ખાડાઓએ ભ્રષ્ટાચારની પોલ તો ખોલી જ છે, સાથે સાથે રસ્તાને બદસુરત કરી દીધો છે. વરસાદ બાદ ભુમલિયા ગામના ડેપો સામેના રોડ પરથી નીકળવું જોખમી થઈ ગયું છે.
નર્મદા જિલ્લા સોશિયલ મીડીયા પ્રમુખ વિનોદ તડવીએ આ મુદ્દે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી, કેવડિયા નજીકના અદભુત વિકાસ કરતા કોન્ટ્રાક્ટરોએ કરેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.