કોંગ્રેસ દેશમાં મજબૂત થતી જોવા મળી રહી છે, અને ગુજરાતમાં પણ કાર્યકર્તાઓ માં જુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગામેગામથી પ્રશ્નો મેળવી સરકારને ઘેરવા અને જનસમર્થન મેળવવા કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યકમ હેઠળ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે. ત્યારે આ જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવ્યા હતા. મહાકાળી એન્કલેવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાંથી અરજદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ સાથે કેવડિયા ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોની હત્યા કરી નાખવામાં આવી હતી એ યુવાનોના પરિવારોને મળીને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
અમિત ચાવડા જણાવ્યું હતું કે, આ જનમંચ કાર્યક્રમ જનતાનો હોય નર્મદા જિલ્લામાં 250થી વધુ પ્રશ્નો આવ્યા. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ગયેલી જમીનો, રોજગારી સ્થાનિક લોકો શોષણ, બે યુવાનોની હત્યા, રોડ રસ્તા ખરાબ સહિત કેનાલોની સમસ્યા સહિત અનેક ફરિયાદો લોકોએ રજૂઆત કરી હતી. વિસ્થાપિતોને જમીન નથી મળતી, વિયર ડેમ છે તેમાં ડૂબમાં જતાં રહેવાસી ખેડૂતોને મદદ નથી મળતી, 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવી જે વાતનું ઉલ્લંઘન થયું છે. એવી ઘણી વાતો અમિત ચાવડાએ શાંતિપૂર્વક સાંભળી, લેખિત રજૂઆતો પણ લીધી અને જેની સરકારમાં રજૂઆત કરશે.
આ સાથે અમિત ચાવડાને વિસ્તારમાંથી આવેલા લોકોએ અનેક રજૂઆત કરી ત્યારે તેમણે કહ્યું કે, હાલના અંગ્રેજો સામે લડવું પડશે, હાલના અંગ્રેજો એટલે કે ભાજપનો સમય હવે આવી ગયો છે, તેને કાઢવો પડશે. નર્મદા ડેમ બન્યો અને કચ્છ સુધી પાણી પહોંચ્યા એ સારી બાબત છે પણ અહીં નજીકના ખેડૂતોને પણ ખેતર સુધી પાણી મળવું જોઈએ કહી સામાન્ય લોકોને બોલવાનો અધિકાર આપવામાં ન આવતો હોય તો જેમ અંગ્રેજો સામે લડ્યા હતા તેમ નવા અંગ્રેજો સામે પણ લડવું પડશે. 30 વર્ષમાં ગુજરાતના લોકોએ શું ગુમાવ્યું છે તેનો હિસાબ કરવાનો સમય આવી ગયો છે.
સમગ્ર આયોજન કેવડીયા કોંગ્રેસના આગેવાન રણજીત તડવીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સુખરામ રાઠવા, સંદીપ માંગરોલા, પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા, કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, હરેન્દ્ર વાળંદ, માલવ બારોટ સહીત આગેવાનો હાજર રહ્યા હતા.