દાહોદની તોરણી પ્રાથમિક શાળાની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર અને છ વર્ષની માસૂમની કરપીણ હત્યા કરનાર પાપી ગોંવિદ નટ્ટ ભાજપની સંસ્થા સાથે અને VHPના કાર્યક્રમોમાં હાજરી આપતો હોવાનો દાવો કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ શેતાની વિચારસરણી ધરાવતો ગોવિંદ નટ્ટ VHPની કાર્યશાળાઓમાં ભાગ લેતો હોવાના ફોટા પણ સામે આવ્યા છે. તેમજ ભાજપની બે ચૂંટણીમાં તેણે પ્રચાર કર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન:-
બેટી પઢાવોના નારા સામે ગુજરાતની બેટી બચાવોનો નારો આપવો પડે એવી સ્થિતિ હાલ રાજ્યમાંથી સામે આવી રહી છે. કારણે આરોપી ગોવિંદ નટ્ટ ભાજપની માતૃ સંસ્થા સાથે જોડાયેલો છે. તો બીજી તરફ સવાલ એ પણ થાય છે કે, દાહોદની દીકરી માટે ભાજપ વાળા ક્યારે મીણબત્તી લઈને નીકળશે તે મોટો સાવલ સામે આવી રહ્યો છે ?
હા મેં બાળકીની હત્યા કરી ગોવિંદ નટ્ટ:-
સીંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કરનાર પાપીને જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે પાપીએ કબૂલ કરી લીધું હતું કે, હા મેં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને તેની હત્યા પણ કરી છે. જે બાદ પોલીસે લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ચેકઅપ કરી વધુ તપાસ હાથ ધરી.