28 C
Ahmedabad
Thursday, October 10, 2024

મમતા બેનરજીને મહિલા સુરક્ષા પર તાકીદે પગલા લેવાની શિખામણ આપતા ગુજરાત ભાજપ અને સીએમ દાહોદની ઘટના પર મૌન કેમ?


કોલકાતામાં જુનિયર ડોક્ટર ઉપર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બાદ સમગ્ર દેશમાં કેન્ડલ માર્ચ, વિરોધનો વંટોળ અને દેખાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ને લઈને ભાજપના દરેક રાજ્યના મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ, નેતાઓ, કાર્યકર્તાઓ મમતા બેનરજીએ રાજીનામું આપવું જોઈએ, અને કાયદા વ્યવસ્થા વિશે  શિખામણ આપતા હતા, આવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર પોસ્ટ મૂકી પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનરજીને મહિલા સુરક્ષા ઉપર તાકીદે પગલા લેવાની શિખામણ પણ આપી હતી.

દાહોદના તોરાણી ગામે શાળાના આચાર્યએ માત્ર 6 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયત્ન કર્યો અને પ્રતિકાર કરતી બાળાની હત્યા કરી હતી. ત્યારે ગુજરાત ભાજપ અને મુખ્યમંત્રી સંપૂર્ણ મૌન છે. આ ઉપરાંત, વાત-વાતમાં ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી થશે એવા નિવેદન કરતા ગૃહ રાજ્યમંત્રી પણ ચૂપ થઈ ગયા છે. બંગાળની ઘટના બાદ દેશવ્યાપી આંદોલનો થયા, ભાજપે મમતા બેનરજીના રાજીનામાં માટે કાગારોળ મચાવી પણ ગુજરાતની ઘટના સંદર્ભે સંવેદનશીલતા મરી પરવારી છે.

ત્યારે સવાલ થાય છે.

શું આદિવાસી દીકરી હતી એટલે દેશ અને ગુજરાતના લોકો આ વિશે આક્રમકતાથી સરકારને સવાલ નથી કરતા..?

શું આરોપી આચાર્ય ગોવિંદ નટ્ટ ભાજપ અને VHP સાથે કનેક્શન હતું એટલે મૌન છે??

શું ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતો અને સંઘ-VHPના કાર્યક્રમોમાં હાજરી આપતો એટલે મૌન છે.??

જનતા જવાબ માંગે છે ભાજપ નેતાઓ મૌન કેમ છે???

મહત્વનું છે કે, આ ઘટના બાદથી દાહોદના તોરાણી ગામ અને આસપાસના ગામોના લોકો બાળકોને એકલા શાળાએ મોકલતાં ગભરાઈ રહ્યાં છે. કેટલાક વાલીઓએ માગ કરી છે કે શાળામાં બાળકો માટે સુરક્ષા વધારવામાં આવે.

વધુમાં લોક કહી રહ્યા છે કે, હવે આચાર્ચ આવું કૃત્ય કરે તો કઈ વ્યક્તિ પર ભરોસો મૂકવો? શાળામાં મારાં બાળકો સુરક્ષિત રહેશે તેની જવાબદારી કોણ લેશે. હવે તો બાળકને શાળાએ મોકલવામાં ડર લાગે છે.

ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને લઈને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા થાય અને આવી શૈક્ષણિક સંસ્થામાં સહીત અન્ય સંસ્થાઓમાં કામ કરતા લોકો આવું પગલું ભરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરે એવી સજા અને નિયમો લાવવા જોઈએ. અને આ ઘટના બાદ બાળકોને શાળાએ મોકલવા માટે વાલીઓ ડરી રહ્યા છે, એ પણ બાળકોને શાળાએ મોકલી શકે અને એમનામાં આ ઘટના બાદ જે ડર સતાવી રહ્યો છે, એમાં થી બહાર આવે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
96SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!