સ્વચ્છતા હી સેવા અંતર્ગત રવિવારના રોજ RRR સેન્ટર (Reduse Reuse Recycle) ને અનુલક્ષી કામગીરી કરવાની હોય લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા તેમજ નગરપાલિકા ધરમપુર દ્વારા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની ઓફીસ આસુરા ચોકડીથી બસ ડેપો રોડ, તાલુકા પંચાયત નજીક વાલોડ ફળિયા ખાતે RRR સેન્ટર બનાવવામાં આવેલ છે.
જેમાં ઘર વિહોણા જરૂરિયાત મંદને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોચાડવા અમે મદદ કરીશું. આ જીવન જરૂરિયાત વસ્તુમાં જેમ કે કપડાં,વાસણ, બુટ-ચપ્પલ, બાળકોના રમકડાં, પુસ્તકો વિગેરે જેવી વસ્તુઓ જો આપ શહેરીજનો પાસે ઉપયોગમાં લેવાતાં ન હોય અને ઘરમાં જો કબાડ કે બિન ઉપયોગી હોય તો આપ અહી આપી અથવા તો લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકા ધરમપુરને જાણ કરીએ જેથી નગરપાલિકા અને લોક મંગલમ ટ્રસ્ટ દ્વારા આપની બિન ઉપયોગી ચીજ વસ્તુ કોઈ જરૂરિયાત મંદના ઉપયોગમાં આવી શકે તેવા પ્રયાસમાં સહભાગી થવા ધરમપુર નગરજનોને આપીલ કરીએ છીએ.
મહત્વનું છે કે, આ RRR (Reduse Reuse Recycle) સેન્ટર પર ,કપડાં,વાસણ, બુટ-ચપ્પલ, બાળકોના રમકડાં, પુસ્તકો વિગેરે જેવી વસ્તુઓ આપીશ જશે, તેઓને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબા તરફ ૧ થેલી અને પગ કુછણીયું પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે.