ઈઝરાયેલે હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને મારી નાખ્યો છે. ઈઝરાયલના ત્રણ વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયેલ કેટલાક મહિનાઓથી હસન નસરાલ્લાહના સ્થાન પર નજર રાખી રહ્યું હતું. શુક્રવારે હુમલો કરવાનો નિર્ણય માત્ર એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે તેઓ માનતા હતા કે તેમની પાસે આજ એક તક છે જેમાં નસરાલ્લાહને મારી શકાય છે. જો આ તક ચૂકી જશે, તો નસરાલ્લાહ ફરી એકવાર અદૃશ્ય થઈ જશે.
NYT અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે નસરાલ્લાહને મારવા માટે ઘણી મિનિટોમાં 80થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જો કે, તેણે ઉપયોગમાં લેવાયેલા બોમ્બના વજન કે મોડલ વિશે માહિતી આપી ન હતી. શુક્રવારે છોડવામાં આવેલા બોમ્બમાં હસન નસરાલ્લાહના મોતની શનિવારે પુષ્ટિ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલવાના હતા તેના એક અઠવાડિયા પહેલા ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોણ બની શકે હિઝબુલ્લાહનો ચીફ?
ઇઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાશેમ સફીદ્દીન એ થોડા જીવિત ટોચના હિઝબુલ્લા કમાન્ડરોમાંનો એક છે જે હવાઈ હુમલાના સ્થળે ન હતા. અધિકારીઓનું માનવું છે કે સફીઉદ્દીનને હિઝબુલ્લાહનો નવો ચીફ જાહેર કરી શકાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે હિઝબુલ્લાહ લડવૈયાઓએ નસરાલ્લાહના મૃતદેહની ઓળખ કરી હતી. આ સિવાય ઉચ્ચ સ્તરીય હિઝબુલ કમાન્ડર અલી કરાકીના મૃતદેહની પણ ઓળખ કરવામાં આવી હતી.
લેબનોનને લઈને અમેરિકા એલર્ટ
2017માં, સફિદીનને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તે હિઝબુલ્લાહની રાજકીય બાબતો પર દેખરેખ રાખે છે. નસરાલ્લાહના મોત બાદ અમેરિકા પણ એલર્ટ પર છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શનિવારે તેના રાજદ્વારીઓના પરિવારોને આદેશ આપ્યો છે કે જેઓ બેરૂતમાં દૂતાવાસમાં પોસ્ટ નથી, લેબનોન છોડી દેવા. સ્ટેટ ડિપાર્ટમેન્ટે શનિવારે જણાવ્યું હતું કે, ‘બેરૂતમાં હવાઈ હુમલા બાદ સમગ્ર લેબનોનમાં વધેલી અસ્થિરતા અને સુરક્ષા સંકટને જોતાં યુએસ એમ્બેસી અમેરિકન નાગરિકોને લેબનોન છોડવા વિનંતી કરે છે.’