ફરી એકવાર કોંગ્રેસની દિગ્ગજ નેતા સુપ્રિયા શ્રીનેતે ભારતીય રેલ્વેની પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓને લઈ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યાં છે. તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું મોદી સરકારે 100 દિવસમાં ભારતીય રેલ્વેને બરબાદ કરી દીધી. 100 દિવસમાં 38 રેલ્વે અકસ્માતો થયા. જેમાં 21 જેટલા લોકોના મોત થયા છે.
બાલાસોર દુર્ઘટના પછી એવું લાગ્યું કે સરકાર તેમાંથી કંઈક બોધપાઠ લેશે અને રેલ્વેને સરળતાથી ચલાવવાની વ્યવસ્થા કરશે. પરંતુ આજે પણ એવો કોઈ દિવસ પસાર થતો નથી જેમાં ટ્રેન અકસ્માત ન થયો હોય. વાસ્તવિકતા એ છે કે 21 લોકોના મૃત્યુ પછી પણ દર વર્ષે 2 કિમીના દરે કવચ લગાવવામાં આવી રહ્યું છે અને દેશના રેલ્વે મંત્રી બેશરમપણે આ બધી ઘટનાઓને નાની-નાની ઘટનાઓ ગણાવી રહ્યા છે.