છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવનાર અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન વિશે મોટા સમાચાર આવ્યા છે. રાશિદ ખાને જીવનની નવી સફર શરૂ કરી છે.વાસ્તવમાં રાશિદ ખાને લગ્ન કરી લીધા હતા.
તેઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભવ્ય લગ્નનું આયોજન કર્યું છે, જેના વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. ક્રિકેટ સેન્સેશન રાશિદ ખાને ગુરુવારે કાબુલની ઇમ્પિરિયલ કોન્ટિનેંટલ હોટેલમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા.
Scenes outside the hotel which is hosting Rashid Khan's wedding in Kabul. pic.twitter.com/LIpdUYVZcA
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2024
રાશિદ ખાનના લગ્નમાં તેના સાથી ક્રિકેટરો, ચાહકો, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના અધિકારીઓ, સભ્યો અને તાલિબાન સરકારના ઘણા લોકો હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તાલિબાનીઓ હોટલની બહાર રાશિદના લગ્નની ઉજવણીમાં ફટાકડા ફોડતા જોઈ શકાય છે.