મળતી માહિતી મુજબ નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી લિમિટેડની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં તા.5/09/2024નાં રોજ સુધી 34 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા છે.
જેમાં 7 ઉમેદવારી ફોર્મ પ્રમુખ પદ માટે અને 27 ઉમેદવારી ફોર્મ કારોબારી સભ્યો માટે ભરાયા હતા. આવતીકાલે આ તમામ ફોર્મ ચેક કરવામાં આવશે.