અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોએ કાયમી કરવાની માંગ સાથે દેખાવો કરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ટ્રાફિક બ્રિગેડના જવાનોની માંગ છે કે, તેમને વર્ગ 4ના કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, 20,000 વેતન આપવાની માંગ આવે, આ ઉપરાંત PF તેમજ ESIC મેડિકલના લાભ આપવા રજૂઆત કરી હતી.
વિરોધ કરી રહેલા ટ્રાફિક જવાનોએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં બે જોડી યુનિફોર્મ તથા અન્ય ક્લોથિંગ સામાગ્રી ઇશ્યું કરવામાં આવે. 10 કે 14 વર્ષની નોકરી થાય તેને વર્ગ-4નો દરજ્જો આપી કાયમી કરવામાં આવે.
આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં ટ્રાફિક ટ્રસ્ટ રદ કરી ટ્રાફિક બ્રિગેડના જવાનોને આઇકાર્ડ આપવામાં આવે. યોગ્ય વેતન ભથ્થુ તથા મેડિકલની સુવિધાઓ આપવામાં આવે. અત્યારે ટીઆરબી જવાનોને પ્રતિદિન 300નું સામાન્ય વેતન આપવામાં આવે છે. જે પરવડે તેમ ન હોવાનું જણાવ્યું હતું.