નવરાત્રિ એટલે માં અંબેની આરાધના કરવાનો દિવસ. ત્યારે નસવાડી તાલુકાના જીવણપુરા ગામમાં વર્ષો જૂનું માં અંબેનું પૌરાણિક મંદિર આવેલું છે. નવરાત્રિના નવ દિવસ અને દશેરાના દિવસે આ મંદિરમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
આઠમ પર્વને લઈને માં અંબેના મંદિરના પરિસરમાં ગામના સરપંચ જવાહર તડવી દ્વારા નવ ચંદી યજ્ઞ રાખી યજ્ઞમાં બેસીને પૂંજા કરવામાં આવી હતી. જેમાં આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં મંદિરના યજ્ઞ કાર્યક્રમમાં આવ્યા હતા.
આ મંદિરમાં દશેરાના દિવસે મેળો યોજાશે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભકતો અંબેના દર્શન કરવા અને મેળાની મોજ માણવા ઉમટી પડશે.