દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી માવઠાનો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે તાપી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે. કારણે કે ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો ડાંગરનો પાક કાપવાની તૈયારીમાં હતા અને અચાનક વરસાદ તૂટી પડતા તૈયાર થયેલો ડાંગરનો પાક પડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લાં કેટલાક દિવસથી ધોધમાર વરસાદ અને પવન સાથે ભારે વરસાદ પડતા ડાંગરના પાક પડી ગયો છે. જેથી ખેતરમાં ભરાયેલા પાણીમાં પાક સડી જતા જગતના તાતને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ડાગરનો તૈયાર પાક નીચે પડી જતા ડાંગરના દાણા કોમલ સાથે પાણી ડૂબી જતાં ફરી ઉગી નીકળવાની શક્યતાઓ રહેલી છે. ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોએ સર્વે કરી સહાયની માગ કરી છે.
બીજી તરફ ડાંગરનો પાક પાણીમાં ડૂબી જતાં ઘાસ ચારા માટે પણ ડાંગર ઉપયોગમાં ન આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતોને સરકાર પાસે આશા છે કે, સરકાર પાક સર્વે કરાવી સહાય ચુકવે તેવી આશા ખેડૂતોને છે.