સોનાની મૂરત ગણાતા સુરત શહેરને ફરી એકવાર ડ્રગ્સના દાગ લાગ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં CID દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સ્પામાં કામ કરતી થાઈલેન્ડની 9 જેટલી યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પર નજર કરીએ તો, મગદલ્લા વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી સ્પાનું નેટવર્ક ચાલી રહ્યું હતું.
જેની બાતમી મળતા CID ક્રાઈમે રેડ પાડી હતી જેમાં તપાસ કરતા ડ્રગ્સ, ગાંજો અને દારૂની મોજ કરતા કુલ 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોટા ભાગની યુવતીઓ થાઈલેન્ડની હોવાની સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ બનાવમાં 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 9 જેટલી દારૂની બોટલ જપ્ત કરી તમામ આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.