લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આપેલા આદિવાસી સમાજ પ્રત્યેના નિવેદન બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજનો વિરોધ બાદ રાજભા ગઢવીએ સોશ્યિલ મીડિયામાં વીડિયો વાયરલ કરી માફી માગી લીધી હતી. તે છતાં વિરોધનો દોર યથાવત છે. ડાંગ જિલ્લાના આહવા અને વઘઈમાં રાજભા ગઢવીનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજભા ગઢવીના હાયહાયના નારા લાગ્યા હતા.
મહત્વનું છે કે રાજભા ગઢવીએ થોડા સમય પહેલા એક ડાયરામાં કહ્યું હતું કે, ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી.આ વાયરલ વિડિયોમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.
ડાંગ જિલ્લામાં આ વાયરલ વીડિયો અંગે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જે બાદ વિરોધની આ આગ ધીરેધીરે સમગ્ર આદિવાસી સમાજમાં સળગી ઉઠી છે.