નસવાડી તાલુકામાં આગામી 31.10.2024 ના રોજ નિવૃત્ત થતા પ્રાથમિક શિક્ષકોનો વિદાય સમારંભ વિવિધ શાળાઓમાં યોજવામાં આવ્યો.જેમાં કસુંબીયા શાળામાં ધર્મેન્દ્ર સી.રાઠવા અને લાલજી બી.તડવી, કાળિયાપુરા પ્રાથમિક શાળામાં હરિ ડી.રાઠવા, ખુશાલપુરા પ્રાથમિક શાળામાં ચંપકભાઈ જી.ભીલ, આનંદપુરી પ્રાથમિક શાળામાં મીનાબેન એસ. પટેલ ,વડીયા ઝરખલી પ્રાથમિક શાળામાં અંબાલાલ કે. રાઠવા નો વિદાય સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તમામ કાર્યક્રમમાં નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિવૃત્ત થનાર શિક્ષક ભાઈ બહેનોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માન પત્ર આપીને વિદાય સન્માન કરવામાં આવ્યું.
આ તમામ શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાવઆ તમામ શાળાઓ ના કાર્યક્રમમાં નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ અને છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી શ્રી દિનેશભાઈ કે. રાઠવા નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ આર. રાઠવા નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી મુકેશકુમાર વી.ભીલ નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય પ્રતિનિધિ શ્રી રાજેશભાઈ બી.વસાવા ઉપસ્થિત રહ્યા હતા.