પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડિસેમ્બર મહિનામાં લેવાશે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા. તારીખ 10થી 15 ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા લેવાય તેવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી શારીરિક પરીક્ષા પરંતુ કોઈક કારણોસર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
મહત્વનું છે કે, આગામી સમયમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અગાઉ ભરતી બોર્ડના પૂર્વ અધ્યક્ષે નવેમ્બરમાં શારીરિક પરીક્ષા લેવાશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. પરંતુ હવે સુત્રો પાસેથી મળતી પ્રમાણે આગામી પોલીસ ભરતીની શારીરિક કસોટી ડિસેમ્બર મહિનાથી શરૂ થાય તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે.