ડ્રગ્સ માફિયાઓ માટે દરિયો એ ડ્રગ્સ હેરાફેરીનું સૌથી મોટું કેન્દ્ર ગણાવામાં આવે છે. કારણે કે ગુજરાતના દરિયામાંથી ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાતું રહેતું હોય છે. આ બધાં વચ્ચે ફરી એકવાર 700 કિલોથી વધારે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
શુ છે સમગ્ર મામલો.
સમગ્ર બનાવ પર વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા ખાનગી સુત્રો દ્વારા દરિયાઈ ડ્રગ્સ નાબૂદી ટીમને ખાનગી રાહે માહિતી મળી હતી કે,ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સની દરિયાઈ માર્ગ દ્વારા હેરાફેરી થવાની છે. તેવી માહિતી મળતા ATS, NCB અને નેવીનું સંયુકત દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જે અભિયાનમાં 700 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપી 8 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.પકડાયેલા તમામ આરોપીઓ ઇરાની હોવાનું સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં લગભગ 3400 કિલોથી વધારે નાર્કોટિક ડ્રગ્સનો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.
તો આ તરફ આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડવા મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ડ્રગ્સની કાર્યવાહી કરનાર ટીમને અભિનંદન પાઠવ્યા છે. મહત્વનું છેલ્લા ઘણાં સમયથી દરિયામાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. પરંતુ અત્યાર સુધી ડ્રગ્સના મૂળિયા સુધી ઈન્વેસ્ટિગેશન ટીમો પહોંચી શકી નથી. ડ્રગ્સ આવે છે પકડાઈ છે. કાર્યવાહી થાય છે. અને સમગ્ર મામલો ભૂલી જવાય છે. પરંતુ ખરેખર ડ્રગ્સના મૂળિયા સુધી પહોંચી એને નષ્ટ કરીએ તો ભારતનું યુવાધન ડ્રગ્સથી બચી શકે.