સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. હજુ તો પોલીસ એક આરોપીને પકડી જેલમાં પૂરે ત્યાં તો અન્ય ઘટનાઓ સામે આવી જ જતી હોય છે. આ બધાં વચ્ચે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસર પાસે લુખ્ખા તત્વોએ જાહેરમાં મારામારી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશ્યિલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વાયરલ વીડિયો દિવાળીના તહેવાર આસપાસનો હોવાની શક્યતાઓ. જણાઈ રહી છે. મારામારીના સ્થળથી 500 મીટરના જ અંતરે પોલીસની ચોકી આવેલી છે તે છતાં લુખ્ખાઓને પોલીસ અને કાયદોનો બિલકુલ ડર રહ્યો નથી.