અમદાવાદ શહેરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરે કરેલો કાંડ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલમાં પથરીની તપાસ માટે આવેલા દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી હોવાનું સામે આવ્યું છે. બોરીસણા ગામમાં યોજાયેલા કેમ્પમાં રમીલાબેન પટેલ નામની મહિલા તપાસ માટે ગયા હતા. જે બાદ તેમની નળી બ્લોક હોવાનું જણાવી તેમના પતિને બોલાવવા કહ્યું હતું. જે બાદ વધુ સારવાર માટે અમદાવાદ આવવું જ પડશે તેવું પતિ-પત્નીને જણાવાયું હતું.
જેથી થોડા સમય પછી પત્ની રમીલાબેન સાથે પતિ રમેશભાઈ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. ત્યારે રમેશભાઈને પથરીની તકલીફ હોઈ અને તપાસ માટે લઈ ગયા હતા તે દરમ્યાન ટેસ્ટ કરવાના નામે દર્દીને સીધાં ICUમાં લઈ ગયા હતા અને ત્યાં એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હોવાનું સામે આવ્યું છે. સાથે જ દર્દી રમેશભાઈને જરૂર ન હોવા છતાં બીજું સ્ટેન્ટ મુકી દીધું હોવાનો ઘટસ્ફોટ સ્ફોટ થયો છે.