હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડી અંગે મહત્વની જાહેરાત કરી છે. તેમને કહ્યું છે અત્યારે જે વાતાવરણ રાજ્યમાં ચાલી રહ્યું છે તે વાતાવરણ શિયાળું પાકના વાવેતર માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું છે. જેના કારણે જીરું જેવા પાકની અત્યારે વાવેતર કરીએ તો નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.
તો બીજી તરફ પશ્વિમી વિક્ષેપ આવતા ઉત્તરીય પ્રદેશોમાં તેની અસર શરૂ થવાથી આવતીકાલથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા જણાવી છે. 17મી તારીખથી ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થશે જેના કારણે ઠંડીમાં વધારે થશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજયમાં સવારના સમયે ઠડી રહેશે. જ્યારે બપોરના સમયે 15 ડીગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ છે. ખાસ કરીને 22 23, 24નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેસર બનશે જેના કારણે રાજ્યમાં ઠંડીનો વધારો થશે. 29 નવેમ્બર પછી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.