આગામી 25મી જાન્યુઆરીના રોજ અમદાવાદના નમો સ્ટેડિયમમાં મ્યુઝિક કોન્સર્ટ થવાનો છે. જેની ટિકિટ માટે અત્યારથી જ ચાહકો મથામણ કરી રહ્યા છે. ટિકિટ બુકિંગ માટે બપોરે 12 કલાકે વીન્ડો ખુલ્લી હતી પરંતુ 45 મીનિટમાં તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી. જ્યારે ટિકિટ માટે વેઈટિંગની સંખ્યા ત્રણ લાખને પાર પહોંચી ગઈ છે.
મુંબઈમાં શહેરમાં કોલ્ડપ્લેની ટિકિટ માટે બે થી અઢી લાખ રૂપિયાનો ભાવ બોલાતો હોવાની માહિતી સામે આવી છે. ૨૫ જાન્યુઆરીનું બુકિંગ ફૂલ થતા બીજા દિવસના કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. ૨૬ જાન્યુઆરીએ પણ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. ૨૬મી જાન્યુઆરીના કોન્સર્ટ માટે પણ વેઈટિંગ ત્રણ લાખને પાર થઈ ગયું છે. એક વ્યક્તિ ચાર મિનિટોમાં વધુમાં વધુ ૪ ટિકિટ ખરીદી શકે છે.