ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે રોહિત શર્માને બીજી વખત પિતા બનવા પર અભિનંદન પાઠવ્યા છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે 15 નવેમ્બરે મુંબઈમાં બીજા બાળકને જન્મ આપ્યો છે. અત્યાર સુધી રોહિત કે તેની પત્ની રિતિકાએ આ મુદ્દે કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સિરીઝ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવ મીડિયા સમક્ષ આવ્યો હતો, જ્યાં તેણે પોતાના સાથી ખેલાડીને પિતા બનવા પર અભિનંદન પાઠવ્યા હતા.
જોહાનિસબર્ગમાં રમાયેલી T20 મેચમાં ભારતની 135 રનની જીત બાદ મીડિયા સાથે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું, “રોહિત શર્મા અને તેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. સારા દિવસે સાંભળવા માટે ખૂબ જ સારા સમાચાર છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અન્ય એક ખેલાડી પરિવાર (તિલક વર્મા)એ રન બનાવ્યા છે, જે ખૂબ જ સારી બાબત છે, હું પણ રોહિતને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે શુભેચ્છા પાઠવું છું.