ઊંઝા-મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું સારવાર દરમ્યાન નિપજ્યું મોત. ઊંઝા પોલીસ સ્ટેશનથી ફરજ બજાવી મહેસાણા પરત જઈ રહેલા પોલીસકર્મીઓને અજાણ્યા વાહનચાલકે બાઈકસાવર પોલીસકર્મીઓને ટક્કર મારી હતી. જેમાં વિપુલ ચૌધરી અને મનીષા મકવાણા નામની મહિલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા.
મહિલા પોલીસકર્મીને હેમરેજ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મહિલા પોલીસકર્મીનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તો બીજી તરફ વિપુલ ચૌધરી નામના પોલીસકર્મીને પણ ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મનીષા મકવાણા નામની મહિલાનું મોત થતાં પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તો બીજી તરફ અકસ્માત સર્જી ફરાર થયેલા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે