અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે આ શહેરમાં થોડા દિવસ પહેલા MCAના વિદ્યાર્થીની પોલીસ કોન્સ્ટેબલ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જે ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તો NRI જમીન દલાલની રાત્રે હત્યા કરી દેતા ચકચાર મચી ગયો હતો. આ બંને ઘટનામાં આરોપીઓને પકડવામાં પોલીસ વ્યસ્થ હતી ત્યાં તો ફરી એકવાર અમદાવાદ શહેરમાં ફાયરિંનો બનાવ બનતા ચકચાર મચી ગયો છે.
અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં રહેતા ચમનાજી મોદી નામના 66 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. પરિવારક ઝઘડો ફાયરિંગ સુધી પહોંચી જતા ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમ્યાન મોત થયું છે. આ ઘટનામાં એકજ પરિવારના સભ્યોએ અન્ય લોકો પાસે ફાયરિંગ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં બે શખ્સ મોઢું બાંધીને આવ્યા હતા અને વેપારી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ હત્યારા સુધી પહોંચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. ત્યારે જવું એ રહ્યું કે, આરોપીઓ ક્યારે પકડાય છે.