ભીલ પ્રદેશની ચૈતર વસાવાની માંગ મુદ્દે આપ નેતા ઈસુદાન ગઢવીએ નિવેદન આપતા કહ્યું કે, આજે ગુજરાતમાં આદિવાસી સમાજ પરેશાન છે. કેન્દ્ર સરકારમાં 10 અને ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપનું શાસન છે તે છતાં આદિવાસી સમાજ સુવિધાઓથી વંચિત છે. આટલા વર્ષો છતાં છોટાઉદેપુરમાં મહિલાને પ્રસૂતિ માટે ઝોળીમાં ઉચકીને લઈ જવી પડે એ કેટલી દુ:ખની વાત કહી શકાય. એટલે આદિવાસી વિસ્તારમાં સરકારને વિકાસ કરવામાં કોઈ રોષ નથી.
આદિવાસી આયોગમાં ચેરમેન કોઈ આદિવાસી કેમ નથી ? કે પછી કોઈ મુખ્યમંત્રી કેમ નથી ? સરકાર 80 ટકા આદિવાસીઓને નોકરીનું આશ્વાસન કેમ નથી આપી રહી. આદિવાસીઓને વનવાસી કહી કાઢી મૂકવાનો ધ્યેય ભાજપનો છે. બીજુ કે આદિવાસી સમાજના નેતાઓને ભાજપે ખરીદી લીધા છે. ક્યાં તો પછી નેતાઓ ભાજપના દલાલો બનીને બેઠા છે.
ભીલ પ્રદેશ મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન……….