આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર છના કાઉન્સિલરની કાળી કરતૂતની ઘટના સામે આવી છે. કાઉન્સિલર સામે પોતાના જ વોર્ડમાં રહેતી મહિલાએ રાત્રીના સમયે ઘરમાં ઘુસી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પોતાના મત વિસ્તારમાં રહેતી પરણિત મહિલા સાથે કાઉન્સિલરે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.
પીડિતાનો પતિ ઘરે આવી જતા નગરસેવક દિપુ પ્રજાપતિએ પતિ પર હુમલો કરી માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. તો બીજી તરફ પીડિતાના પતિએ બુમો પાડતા આજુબાજુના રહીશો આવતા નગરસેવકને સ્થાનિક લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
તો બીજી તરફ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પીડિતાની પ્રાથમિક પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.