સુરત શહેર ધીરેધીરે બદ સુરત થતુ જાય છે. એવું એટલા માટે કહેવું પડે કારણ કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં બે નકલી તબીબોએ ખોટી રીતે જનસેવા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી દીધી. બોગસ તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે 2022માં દારૂની હેરાફેરીનો કરવાનો ગુનો નોંધાઈ ચુક્યો છે.
હદ તો ત્યારે થઈ જ્યારે બોગસ ડોક્ટરોએ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં કમિશનર અને ક્રાઇમ JCPનું નામ પણ છાપી માર્યું. જેની અધિકારીઓને ખબર પણ ન હતી. હોસ્પિટલ શરૂ કરતા પહેલા જીલ્લા અધિકારીને લેખિત જાણ કે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ ન કરાવ્યું. હોસ્પિટલની જગ્યાએ વર્ષોથી થિયેટર હતું.. તે જગ્યાએ 15 દિવસમાં જ હોસ્પિટલ ઉભી કરી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાંડ સામે આવતા સુરત ફાયર વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધી છે. હજુ તો આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો પણ નથી અને હોસ્પિટલ શરૂ કરી દીધી