વડોદરા શહેરના નગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે થઈ યુવકની કરપીણ હત્યા. બાબર પઠાણ નામના શખ્સે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રને છરીના ઘા મારી દીધા. જે ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું.
આ ઘટના બાદ મોટી સંખ્યામાં નગરવાડા વિસ્તારના સ્થાનિક લોકો અને પરિવારનો લોકો સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઘટનમાં બાબર નામના યુવકે સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે.
તો આ તરફ ભાજપના નેતાની પુત્રની હત્યા બાદ નગરવાડા વિસ્તારના સ્થાનિક લોકોમાં રોષ ફાંટી નીકળ્યો છે. તો પોલીસે ઘટના સમયના સીસીટીવી ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ત્યારે જવું એ રહ્યું કે, પોલીસ આગામી સમયમાં આ ઘટનામાં કેવી કાર્યવાહી કરે છે.