યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલું આ સ્લોગન હવે મહારાષ્ટ્રની ચૂંટણીમાં લોકપ્રિય થઈ રહ્યું છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સૂત્રને સમર્થન આપ્યું છે, જેના પર હવે શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ વળતો પ્રહાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો તમે મહારાષ્ટ્રમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરશો તો જરૂર કટંગે તેવું નિવેદન કહેતા મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપના નેતાએ શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની સરખામણી કરી. તેમણે કહ્યું, “બાપ અને પુત્ર વચ્ચે આ જ તફાવત છે. 1992-93માં જ્યારે પાકિસ્તાનના દાઉદ ઈબ્રાહિમે મુંબઈ પર હુમલો કર્યો ત્યારે બાળ ઠાકરે હિન્દુઓને બચાવવા ઉભા હતા. પરંતુ આજે મુંબઈ પર હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે ઉદ્ધવ ઠાકરે હિન્દુઓને બચાવવાની જગ્યાએ મારવાની કરે છે વાતો.