અમદાવાદ શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી હત્યા, લૂંટ મારામારી અને અપહરણની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા બોપલ વિસ્તારમાં વિદ્યાર્થીની પોલીસકર્મી દ્વારા હત્યા કરી દેવમાં આવી હતી. ત્યારે બાદ અન્ય એક જમીન દલાલની હત્યા કરી દેવામાં આવી હતી. આ બધાં વચ્ચે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારી એક વ્યક્તિની હત્યા થતાં ચકચાર મચી ગયો છે.
આ બનાવ કાગડાપીઠ વિસ્તારના જયંત પંડિતનગર પાસે બન્યો હતો. અંહી યુવકને તલવારના ઘા ઝીંકી હત્યા નીપજાવી દેવામાં આવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસે 2 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે માથાકુટ ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ ઘટનામાં કાગડાપીઠ પીઆઈ એસ.એ.પટેલને સસ્પેન્ડ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બે દિવસ પહેલા મારામારીની ફરિયાદમાં યોગ્ય કાર્યવાહી નહીં કરતા PIને સસ્પેન્ડ કરાયા છે.