ભાવનગર શહેરમાં 9 વર્ષની બાળકી પર તેની સાવકી માતાએ ક્રૂર અત્યાચાર આચર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકીને તેની સાવકી માતાએ બંન્ને હાથ પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી, માથાના વાળ, તેમજ આંખના નેણ કાપી નાખી ટીપડામાં પૂરી દીધી હતી.
ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા બાળ કલ્યાણ વિભાગને જાણ કરતા બાળ કલ્યાણ સમિતિએ બાળકીને રેસ્ક્યુ કરી છોડાવી હતી. બાળકીની પૂછપૂરછ કરતા કહ્યું મને મારી બેન અવાર નવાર મારે છે. અને પંખે લટકાડી દેતી હોવાનું જણાવ્યું. આ બનાવ પછી પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.