શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિશ્વમાં કયા દેશ પાસે સૌથી વધુ સૈના છે? આ યાદીમાં ભારત કયા નંબર પર છે? વાસ્તવમાં ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ લિબરેશન આર્મી તરીકે ઓળખાય છે. ગ્લોબલ ફાયરપાવરની સૈન્ય રેન્કિંગ અનુસાર, ચીન વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ત્રીજા સ્થાને છે.
ભારત પાસે કેટલા સૈનિકો છે?
આ યાદીમાં ભારત બીજા સ્થાને છે. ભારત પાસે વિશ્વની બીજી સૌથી મોટી સેના છે. ભારતીય સેનામાં સૈનિકોની સંખ્યા 14.56 લાખ છે. અમેરિકા વિશ્વની ત્રીજી સૌથી મોટી સેના ધરાવે છે. અમેરિકન આર્મીમાં સૈનિકોની સંખ્યા 13.28 લાખ છે. આ દેશો પછી રશિયા આગળ છે. રશિયા પાસે વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. રશિયન આર્મીમાં સૈનિકોની સંખ્યા 13.29 લાખ છે.
આ યાદીમાં પાકિસ્તાન ક્યાં છે?
ઉત્તર કોરિયા પાસે વિશ્વની પાંચમી સૌથી મોટી સેના છે. ઉત્તર કોરિયાની સેનામાં સૈનિકોની સંખ્યા 13.20 લાખ છે. આ પછી યુક્રેન આવે છે. યુક્રેન પાસે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી સેના છે. યુક્રેનની સેનામાં સૈનિકોની સંખ્યા 9 લાખ છે. પાકિસ્તાન પાસે વિશ્વની સાતમી સૌથી મોટી સેના છે. પાકિસ્તાની સેનામાં સૈનિકોની સંખ્યા 6.54 લાખ છે.
ઈરાન અને ઉત્તર કોરિયા પાસે કેટલા સૈનિકો છે?
આ સિવાય અન્ય દેશોની વાત કરીએ તો ઈરાન પાસે દુનિયાની આઠમી સૌથી મોટી સેના છે. ઈરાની સેનામાં સૈનિકોની સંખ્યા 6.10 લાખ છે. દક્ષિણ કોરિયા પાસે વિશ્વની નવમી સૌથી મોટી સેના છે. દક્ષિણ કોરિયાની સેનામાં સૈનિકોની સંખ્યા 6 લાખ છે.