રાજ્યમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા. જેના કારણે ઠંડીમાં કોઈ વધારો નહીં થાય. બે દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટડો થવાની શક્યતા જણાઈ રહી છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં રાત્રીનું તાપમાન 19 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે નલિયામાં 15 અને ગાંધીનગરમાં 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ છે. બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસમાં ફરી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ખાસ કરીને ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન ફૂંકાવવાના કારણે હજુ ઠંડીની લહેર જામતા રાજ્યમાં વાર લાગશે.