હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અંગે કરી મહત્વની જાહેરાત. આગામી 48 કલાકમાં રાજ્યામાં ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરી છે. ખાસ કરીને ગુજરાતના કેટલાક જિલ્લાઓ એટલે કે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, કચ્છ, અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડશે જોરદાર ઠંડી.
ઉત્તર ગુજરાતમાં બે ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ સહીત સાબરકાંઠામાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં થશે ઘટાડો. દરિયા કિનારે તાપમાન ઘટવાની સંપૂર્ણ સંભાવના છે.
રાજયમાં આગામી 21થી 23 નવેમ્બર વચ્ચે ઠંડીનો જોર વધશે. સાથે જ 21થી 24 નવેમ્બરમાં વાદળો ઘેરાવાની શક્યતાઓ છે. ખાસ કરીને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડશે વરસાદ.