અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલા કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અને PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. ગાંધીનગર આરોગ્ય વિભાગે PMJAY યોજનામાંથી સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી દીધી છે. જેમાં અમદાવાદ શહેરની ત્રણ હોસ્પિટલ, સુરત, વડોદરાની એક-એક જ્યારે ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત વઝીરાણીને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપારંત અન્ય ચાર ડૉક્ટરોને સ્પેશિયાલિસ્ટના લીસ્ટમાંથી સસ્પેન્ડ કરાયા છે.