15 C
Ahmedabad
Sunday, December 8, 2024
[uam_ad id="382"]
[uam_ad id="382"]

છોટાઉદેપુર: ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર 1 લાખની લાંચ લેતા ACBના સકંજામાં


છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અમિત કમલેશ પ્રસાદ મિશ્રા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નસવાડી વર્ગ-૨ સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતની કચેરી છોટાઉદેપુર ગુરુકુપા સોસાયટી આમ્રપાલીના ફ્લેટના રૂમ નંબર 102માં રહે છે. મૂળ રહેવાસી રીવા ગામ ઇન્દિરા નગર તાલુકો જીલ્લો રીવા મધ્યપ્રદેશ તેઓ રૂપિયા 1 લાખની લાંચ લેતા 19/11/24ના રોજ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા.

સમગ્ર મામલાની વાત કરીએ તો, એક જાગૃત નાગરિક અને ફરિયાદી છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયાથી કામ કરતા હોય અને તળાવ સુધારણા 2022 – 23 યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ધનીયા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવના કામો  કોન્ટ્રાક્ટથી રાખેલા હોય જે બંને તળાવના કામો ફરિયાદીએ પૂર્ણ કરી દીધા હતા. જે બંને તળાવના કામો પૈકી ધનીયા ઉમરવા ગામના તળાવના કામનું બિલ રૂપિયા 2,52000/-  ફરિયાદીને ચૂકવી દીધેલ અને ટેકરા ગામના તળાવનું કામ રૂપિયા 1,00,000/-નું બિલ બાકી હોય જે લીંડા ટેકરા ગામના તળાવના રૂપિયા એક લાખનું બિલ ભરત રાઘવાણી પાસે ચેક લેવા ગયેલા ત્યારે ભરતભાઈ રાઘવાણીએ ફરિયાદીને જણાવેલું કે આવા કોઈ બિલ આવેલા નથી. તેમ જણાવી ફરિયાદીને ઓફિસમાંથી કાઢી મુક્યા હતા. અને બિલ લેવા માટે રૂબરૂ મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડિલે કરેલ જેથી આ કામના ફરિયાદીએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્ય પાલક ઇજનેર અમિત મિશ્રાને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળેલા ત્યારે આ કામના આરોપી અમિતભાઈએ ફરિયાદીને જણાવેલ કે ધન્યા ઉમરવા ગામના તળાવના રૂપિયા 50,000 તથા લિંડા ટેકરા ગામના તળાવના રૂપિયા 1 લાખ મળી કુલ ₹1,50,000 ની લાંચ પેટે માંગણી કરી હતી.

આરોપી અમિત મિશ્રાએ ફરિયાદીને સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચની રકમ સ્વિકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આકસ્મિક ઘણા દિવસો પછી છોટાઉદેપુર જિલ્લામાં એસીબી ટ્રેપનું આ સફળ ઓપરેશન પાર પડતા કર્મચારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો અને જિલ્લા પંચાયત જેવી મોટી કચેરી ન તાબામા કામ કરતા આ અધિકારીને એસબીએ રંગે હાથે ઝડપી પાડતા સમગ્ર છોટા ઉદયપુર નગર સહિતમાં ભારે ચર્ચાસ્પદ મુદ્દો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,751FansLike
0FollowersFollow
2FollowersFollow
113SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!