બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને જન જાતીય ગૌરવ દિવસનુ આયોજન સવર્ણ જયંતિ ઓડિટરીયમ લેડી હારડિંગ મેડિકલ કૉલેજ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહા મહિમ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય રાજ્યપાલ અને જુએલ ઓરમ (કેન્દ્રિય આદિજાતિ મંત્રી)ના હસ્તે
ડૉ.દયારામ વસાવાને બેસ્ટ સોશ્યિલ એક્ટિવિસ્ટનો એવોર્ડ તેમજ તેમજ best tribe Artistનો એવોર્ડ કાંતિલાલ પાડવી (પેન્ટર)ને એનાયત કરવામાં આવ્યો હતા. આદિવાસી સમાજમાંથી આવતા યુવકને આ રીતે એવોર્ડ મળતા સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીની લાગણી તેમજ ગૌરવ અનુભવી રહ્યા છે.