જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા કોમ્યુનિટી હોલમાં ટીબી રોગ વિશે જાગૃતિ લાવવાનાં ભાગરૂપે શિબિર યોજાઈ હતી. ગામડાંના લોકોને જ્યારે પણ કોઈ તકલીફ થાય ત્યારે કેટલાક લોકો સ્થાનિક બડવાઓ તથા મહારાજાઓ પાસે બીમારી દૂર થાય તે માટે આસ્થા ધરાવી જતા હોય છે.
આ બધી બાબતોને ધ્યાને રાખી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ભરતસિંહ ચોહાણની સુચના અને માર્ગદર્શન હેઠળ ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે જાણકારી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયત હોલ નસવાડી ખાતે યોજાયેલી શિબિરમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી ડૉ.કુલદીપ શર્મા તથા જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહી ટીબી કાર્યક્રમ વિશે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન ઇન્ચાર્જ સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અરવિંદ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.