ગુજરાતમાં નકલીની ભરમાર ચાલી રહી છે. ક્યારે નકલી PSI તો, ક્યારેક સરકારી નકલી અધિકારી ઝડપાઈ જતા હોય છે. તો ક્યારેક નકલી દૂધ, નકલી તેલ, નકલી ઘી ઝડપાતું હોય છે. આ બધાં વચ્ચે આ વખત અમરેલી શહેરમાંથી અસલી પોલીસે નકલી પોલીસને સકંજામાં લીધો છે.
શું છે સમગ્ર ઘટના
મૂળ તાપી જિલ્લાના ચીતપુર ગામનો રહેવાસી ઉમેશ રાહુલભાઈ વસાવાને અમરેલીની અસલી પોલીસે સકંજામાં લીધો. પકડાયેલા ભેજાબાજ શખ્સ પાસેથી ગુજરાત પોલીસની નકલી વર્દી, કેપ, બુટ સહીતની વસ્તુઓ મળી આવી હતી.
આ ભેજાબાજ શખ્સ અમરેલી શહેરના બસસ્ટેન્ડ વિસ્તારમાં ગુજરાત પોલીસની વર્દી પહેરી આટાફેરા મારી રહ્યો હતો. તે દરમ્યાન એલસીબી પોલીસને શંકા જતા પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી. આરોપી પાસેથી પોલીસે 4000 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.