GPSCના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા રાજ્યમાં આગામી સમયમાં ક્લાસ-1 અને ક્લાસ-2ની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. અલગ-અલગ વિભાગમાં કુલ મળીને 2000 હજાર જેટલા આરોગ્ય તબીબની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ખાસ કરીને તબીબી અધિકારી વર્ગ-2ની 1 હજાર 506 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં ફિઝિશયન તજજ્ઞનની 227 જગ્યા પર ભરતી થશે. ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ પર ભરતી કરાશે. જ્યારે વીમા તબીબી અધિકારીની 147 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી GPSC દ્વારા વેબસાઈટ પર મૂકવામાં આવી છે.