નસવાડી તાલુકાની તલાવ પ્રા.શાળા 31/07/2023 નાં રોજ ઝીરો સંખ્યા બતાવી શાળા અચાનક જ બંધ કરવામાં આવી હતી. જેથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ શાળા કેમ બંધ થઈ તેવી રજૂઆતો કરી.ત્યાર બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી દ્વારાતલાવ શાળા શિક્ષકે પોતાના અંગત લાભ માટે બંધ કરી છે શિક્ષક ને સસ્પેન્ડ કરો અને શાળા ફરી ખોલો જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ તલાવ શાળામાં જઈને ગ્રામજનો નુ નિવેદન લેતા ગ્રામજનોના આપેલા નિવેદન પ્રમાણે શાળાનાં આચાર્યએ વાલીઓને સમજણ આપી હતી કે બાળકોને સારી શાળામાં મોકલી દો જેથી કરીને બાળકો સારું શિક્ષણ મેળવી શકે.
જ્યારે 15 મી ઓગષ્ટના રોજ શાળામાં પેપર છે.એવું કહીને ઘરે ઘરે ફળી L.C પર સહી કરાવી આચાર્યએ ગામના લોકોને ભોળપણ નું ફાયદો ઉઠાવ્યો અને શાળા માં જીરો સંખ્યા કરી શાળા બંધ કરીને જતો રહ્યો. હાલ તો તલાવ શાળા ફરી શરૂ થાય અને શાળા બંધ કરાવનાર શિક્ષક સામે કાયદાકીય પગલાં ભરાય તેવી ગ્રામ જનો ની માંગ ઉઠી છે.
બોક્ષ
તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યા મુજબ તલાવ શાળામાં તપાસ દરમિયાન મને જાણવા મળ્યું કે તે સમય ના આચાર્ય એ વાલી ઓને પટાવી ફોસલાવી ને ઘરે ઘરે ફરી વિદ્યાર્થીઓ ના સર્ટિ આપી દીધા તમે બીજી શાળા માં ભણાવા જાવ ત્યાં બાળકો નું ભવિષ્ય સુધરશે તેમ કરી 15 ઓગષ્ટ ના રોજ વાલી ઓને શાળા માં પેપર છે કરી ને વાલી ઓને ભોળવી ને સાઈન કરાવી લીધી આ તમામ અહેવાલ અમે જિલ્લા કક્ષાએ મોકલી ઘટતી કાર્યવાહી કરવા ભલામણ કરીશ.